સંત શ્રીસવૈયાનાથે વણકર સમાજ માં જન્મ લઇ ૧૭મી સદી દરમિયાન મેઘવાળ સમાજના વિકાસમાં અનેક સામાજીક પ્રવૃતિઓ કરીને પોતાનું નામ વિખ્યાત કર્યું હતું.તેવા સવગુણ, સવાભગત ,સવગણદાદા અને સંત સવૈયાનાથથી જાણીતા બન્યા.મહેસાણા જિલ્લાના ટૂંડિયા ગામેથી કૌટુંબિક કારણે શાણાભગત ટૂંડિયા પોતાના પરિવાર સાથે મજુરી કરવા નિકળી પડ્યા.પ્રથમ બાવળા અને ત્યાર બાદ હડાલાભાલ ને છેવટે ઝાંઝરકા માં પોતાનું કાયમી ઘર બનાવીને પડાવ નાખ્યો. શાણાભગતનો પુત્ર સુરાભગત , સુરાભગતે વંશપરંપરાગત વણાટ્કામનો ધંધો સ્વીકાર્યો હતો. આ સમય દરમિયાન ધંધુકા આજુ- બાજુના ગામડાઓનું વેપારી મથક ગણાતું સુરાભગત ધંધુકામાં પોતાની વણાટકામની વસ્તુંઓ જેવીકે વેજુ,પછેડી, ચોફળી કામળી, ધાબળા વગેરેને વેચીને આજીવિકા સાથે ખ્યાતી પણ મેળવી હતી.
સુરાભગતના પુત્ર એટ્લે સંતશ્રી સવૈયાનાથ. માતા ગરબીબાઇ . અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકાના ઝાંઝરકા ગામે તેમનો જન્મ થયો હતો. તેમના જન્મ વિશે ચોક્ક્સ પુરાવા મળતા નથી પણ સવંત ૧૮૯૮(ઇ.સ.૧૭૪૨)ના ફાગણ સુદ ૧૩ને ગુરુવારના રોજ સમાધી લીધી હતી.ત્યારે ૮૩વર્ષ વટાવી ચુકયા હતા એટ્લે સવંતના આધારે તારણ કાઢીએ તો ૧૮૧૩(ઇ.સ.૧૭૫૭)ની આસ-પાસ તેમનો જન્મ થયો હશે. સવાભગતને બાળપણથી જ ધાર્મિક વાતાવરણ અને સાધુ-સંતોના સંપર્કના લીધે તેમનાં માં ધાર્મિક ગુણોનું સિંચન થયું હતું. બાળપણમાં એમની માતા તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કારો અને બોધપાઠો શિખ્યા હતા. પિતાએ શાળ ચલાવી અને બોબીન ભરવાનું શિખવાડ્યું હતું..આથી સવાભગતને બાળપણથી કર્મ થી ધર્મ તરફનો માર્ગ મળ્યો હતો. ૧૫-૧૬વર્ષની ઉંમરે જ્ઞાતિના રીતિ-રિવાજો પ્રમાણે લીંબડી તાલુકાના ગેડી ગામે જાદવજીની દિકરી મેઘાબાઇ સાથે તેમના લગ્ન થયા અને સાંસારીક જીવનની શરૂઆત કરી.
સુરાભગતની સાથે આખો દિવસ વણાટકામ માં સખત પરિશ્રમ કરતા અને રાત્રીના સમયે ગામ લોકો, સાધુ- સંતોને મહેમાનો સાથે ભજન-કિર્તન કરતા. રાત્રીના ખુલ્લા આકાશ નીચે સુતેલા સવાભગતને અનેક પ્રશ્ર્નોની મુંઝવણ તેમને થતી અને મનોમન કહેતા કે “ ‘હું કોણ છું “” , ‘ “મારો જન્મ શા માટે થયો છે””? “ સત્ય શું છે ? ‘ , ‘ આત્મા અને પરમાત્મા શું છે ?“. સાચો ધર્મ કોને કહેવાય ? “ આવા સમય દરમિયાન ઝાંઝરકા માં સંત શ્રી તુલસીનાથનું આગમન થયું. સવૈયાનાથે સંત તુલશીનાથ પાસે પોતાના દરેક પ્રશ્ર્નોનું કહ્યા. અને સંત તુલસીનાથે સવાભગતના તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ કર્યુ . તે દિવસથી સવાભગતે તુલસીનાથને પોતાના ગુરૂ બનાવ્યા. સંત તુલસીનાથે તેમને દિક્ષા આપી અને “ “જે દે ટુકડો એને પ્રભુ ઢુંકડો” “ એ મંત્ર રહસ્યથી અલખના આરાધક , નિર્ગુણ ભક્તિના ઉપાસકમાં ભક્તિની જ્યોત જાગી.
સંત સવૈયાનાથે મેઘવાળઉધ્ધારની પ્રવ્રૃતિઓમાં ધણો જ સક્રિય ફાળો આપ્યો હતો. ૧૭મી સદી માં મેઘવાળ સમાજ અનેક યાતનાઓ અને પિદાઓનો ભોગ બન્યો હતો.ગામની બહાર તેમનો નિવાસના કારણે અનેક મુશ્કેલીઓ વેઢવી પડતી હતી. મેઘવાળ સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર,વેઠ ઉપાડતા, ગામમા પ્રવેશનો નિષેધ , મંદિર પ્રવેશનો નિષેધ, વાસી ભોજન , પાણી નિષેધ વગેરે આવી અનેક પારવાર મુશ્કેલીઓ વેઠ્તા હતા. સર્વણ સમાજ સાથે આવો વ્યવહારના રાખે એવા કર્મ અને ધર્મનો ઉપદ્દેશ આપતા હતા. સંત સવૈયાનાથે એક સમાજસુધારકનુ કાર્ય કર્યુ છે. મેઘવાળ સમાજ માં અંધશ્રધ્ધા, વહેમો,કુરીવાજો જેવા કે બાળલગ્નો પર પ્રતિબંધો મુક્યા,દારૂબંધી માસનો ત્યાગ વગેરે મેઘવાળ ધ્ધારની પ્રવૃતિઓ હાથ ધરી હતી. તેવો મેઘવાળ સમાજને ઉપદેશ આપી મેઘવાળ સમાજ ને સાચા ધર્મ તરફ વાળ્યા હતા. સવાભગત કહેતા કે “ સાચો ભગવાન માણસની અંદર રહેલો છે તેને મંદિર માં જાવાની જરૂર નથી. માણસના કર્મ એજ સાચા ધર્મ તરફ લઇ જાય એટલે આપણે નિરાકાર ઇશ્ર્વરની ભક્તિ કરવી.”(૭)આવા સરળ ઉપદ્દેશ થી સવાભગત સાચા ધર્મમશીહા તરીકે ખ્યાતી મેળવી હતી. આ ઉપરાંત સવાભગતે ધાર્મિક મેળાવડાઓ કરીને ભજન, કિર્તન, સંમેલનો, પાટોત્સવ, માંડવા વગેરેના આધારે ધાર્મિક એકતાની સાથી કોમી એકતા લાવવાનું કાર્ય કરીને સામાજીક સુધારણની પ્રવૃતિને વેગ આપ્યો હતો.આ ઉપરાંત અબોલ જનાવર માટે ધાસચારો, પક્ષીઓ માટે ચણ આપવી વગેરે કાર્યો કરતા હતા.
સવૈયાનાથે સૌ પ્રથમવાર સદાવ્રત પરંપરાની શરૂઆત કરી હતી. સદાવ્રત ચલાવા માટે કોઇની પાસે લાંબો હાથ કરીને ટેલ માંગતા ન હતા. પરંતુ વણાટકામના કપડા વેચી ને પૈસા મેળવતા. આ પૈસાથી સાધુ-સંતો, દુખિયાંને જમાડીને જ જમતા હતા. એવામાં ગામ લોકો હમેંશા દીન- દુખિયાંને મહેણા ટોણા મારીને કહેતા” “ જા પેલા સવાભગતને ત્યાં તને જમાડશે”.”, “ “ પેલો સવો તારા પેટની ભુખ ભાંગશે.” ” દુષ્કાળના સમયે પોતાની ધર્મપત્ની મેઘાબાઇના ઘરેણા વેચીને પણ લોકોની ભુખ ભાંગી હતી એવા સવાભગત પરોપકારી સંત હતા.
સંત સવૈયાનાથની વિખ્યાતી ચારેયકોર ફેલાવા લાગી હતી. એવામાં ધ્રાંગધ્રા નરેશ માનસિંહે પોતાના મહેલા માં સવાભગતને આમંત્રણ આપ્યું હતું. નરેશે સૌ પ્રથમવાર મેઘવાળ સંતને પોતાના મહેલમાં તેડાવ્યા અને સવાભગતનું સ્વાગાત કર્યુ હતું. ધ્રાંગધ્રા ઉપર વિધાતાના તિલક જેવા સવારનાં સૂર્યનાં કિરણો રમી રહ્યાં છે.
રાજમહેલના વિશાળ ઉપવનનાં વૃક્ષો પર સવારના વૈશાખી કોયલના ટહુકા વેરાઈ રહ્યા છે, રસભોગી મકરંદોના ગુંજને કળીઓ ખીલીને ફૂલ બની રહી છે.
એવે વખતે ઝાલા વંશના રાજવી રાજ માનસિંહ કચેરીમાં આરૂઢ થઈ વેણ વદ્યો :
‘દીવાનજી, આજ મારે હરિજનવાસમાં ભગતનાં દર્શન કરવા જવું છે, માટે તૈયારી કરાવો.’
રાજ માનસિંહનાં વેણ સાંભળી સૌ તાજુબ થઈ ગયા ! આભડછેટના અજગરભરડે ભીંસાયેલો સમાજ ! પળવાર સૌ મૂંગા થઈને ‚ડા રાજવી સામે ટગર ટગર જોઈ રહ્યા.
‘બાપુ ! ધ્રાંગધ્રાનો ધણી હરિજ વાસમાં જઈને ઊભો રહે એ ઠીક નો કે’વાય !’ દીવાને દૃઢતાની વેણ કાઢ્યાં એટલે રાજ માનસિંહે એટલી જ મક્કમતાથી કહ્યું :
‘મારે ભગતનાં દર્શન કરવાં છે એ વાત પાકે પાયે જાણજો.’
‘બાપુ, આ પગલું આપના મોભાને શોભે નહીં.’
વાત ટાળવા દીવાને દાવ નાખ્યો.
‘તો પછી ભગતની દરબારગઢમાં પધરામણી કરાવો. મારે ભગતની સાથે વેણે વાતું કરવી છે. આ મારો નિરધાર છે.’ એટલું વદીને રાજ માનસિંહ અટકી ગયા. હજૂર કચેરીના કારભારીઓ મૂંઝાયા. કેમ કરવું એની કોઈને દૃશ્ય સૂજતી નથી.
વાત એમ બની હતી કે, ધંધુકા પરગણાના ઝાંઝરકા ગામના હરિજન સવા ભગત પોતાના સેવકોના કાલાવાલા કાને ધરીને ધ્રાંગધ્રાના હરિજનવાસમાં આવ્યા છે. ઉપરવાળા સાથે અંતરનો ત્રાગડો બાંધી જાણનાર સવા ભગતની તે દિ’ સુવાસ ભાલ અને ઝાલાવાડની ધરતી ઉપર છવાઈ ગઈ હતી. ભગતના પરગટ પરચાની વાતું પથરાઈ ગઈ હતી.
ધંધુકાના થાણાદારના ઘોડા માટે ઘાસનો ભારો ભગવાને માથે ઉપાડી સરકારી વેઠની કસૂરમાંથી સવા ભગતને ઉગારી લીધેલા, તે દિ’થી સવા ભગતે માળામાં મન પરોવી દીધેલું. હરિજન ખોળીઆમાં રમતું હૃદય પૂરી ભક્તિને પંથે પડી ગયેલું.
આવા સવા ભગતને મોઢામોઢ મળવાનું રાજ માનસિંહનું મન પાછું વાળવા રાજના કારભારીઓએ દાખડા કર્યા પણ રાજવીએ લીધી વાત મૂકી નહીં.
દીવાને પુરોહિતને તેડું મોકલ્યું !
રાજના તેડે પુરોહિત દેખત પગલે રાજકચેરીમાં ખડા થયા એટલે દીવાને સવા ભગતની દરબારગઢમાં પધરામણી કરવાની રાજસાહેબની માગણીની કાને વાત નાખી. સાંભળતાં જ પુરોહિત પંડ્યે પૂગ્યા રાજ માનસિંહ પાસે, જઈને કહ્યું :
‘બાપ ! ન ભૂતો ન ભવિષ્યતિ !’
ધ્રાંગધ્રાનો ધણી હળવું હસીને બોલ્યો, ‘મારે વર્તમાનમાં આ વાત બનાવવી છે.’
‘કોઈ દિ’ રાજમહેલમાં હરિજનનાં પગલાં પડ્યાં નથી.’
રાજપુરોહિતે બાપુને કોચવાતા મને કહ્યું.
‘પુરોહિતજી, સવા ભગતની હું દરબારગઢના ચોકમાં પધરામણી કરાવવા માગું છું. એ પાછા વળે પછી તમારે ચોકમાં ગંગાજળ છાંટવું હોય તો છાંટજો. મારે ભગતને મોઢામોઢ મળવું છે એ વાતમાં તલભાર ફેરફાર નથી. આ મારો નિર્ધાર છે.’
રાજ માનસિંહનું પછી તો ફરમાન છૂટ્યું. ‘ભગતની પધરામણી કરાવવા દિ’ વાર નક્કી કરો.’
ભગતને રાજનું તેડું ગયું. વાત વાવડે ચડીને ગામમાં ફરી વળી. થોકે થોકે લોક ઊમટીને દરબારગઢના ચોકમાં ખડકાવા લાગ્યું. માનસિંહજી બાપુએ ઝરૂખામાં બેઠક લીધી. ભગત માટે ચોકમાં પાટ ઢળાવી, પાટ માથે ધડકી નખાવી. વખત થતાં સંતસમાજમાં જેના આસન ઢળાઈ ગયા છે એવા સવા ભગત પોતાની ભજનમંડળી સાથે હરિગુણ ગાતા ઝાંઝપખવાજ અને કરતાલના અવાજોને આભમાં રમતાં મૂકતા હરિજનવાસમાંથી નીકળી ઊભી બજાર વીંધી, ભક્તિના ભાવમાં ભીંજાયેલો ભગત ! દરબારગઢના ચોકમાં આવીને ઝ‚ખે બેઠલા ઝાલાવાડના ધણી સામે બે હાથ જોડી હરખાતા મોઢે ઊભા રહ્યા. હકડેઠઠ માનવ મેદનીની મીટ ઘડીક ભગત માથે તો ઘડીક રાજ માનસિંહ માથે રમવા માંડી !
માનસિંહજીએ કહ્યું : ‘ભગત, પાટ ઉપર બિરાજો. ગરવા અને ગુણિયલ રાજવી ઉપર ભગતે નજર તોળી જવાબ દીધો :’
‘બાપુ, એક વણકરને ખોરડે અવતરેલો હું અદનો આદમી, ઝાલાવાડના ધણી સામે પાટ ઉપર બેસું એ અરઘે નહીં.’
‘ભગત, હું તમને ભાવથી કહું છું. પાટ ઉપર બિરાજો.’
ભગતે પાટ ઉપર આસન વાળ્યું. રાજ્ય તરફથી શ્રીફળ અને ‚પિયા એકસો એકની ભેટ ધરવામાં આવી.
રાજ માનસિંહ ભગત સામે મીટ માંડી બોલ્યા :
‘ભગત, તમારા ચમત્કારની વાતું તો મારે કાને ઘણી આવી છે. આજ ચમત્કાર મારે નજરે જોવો છે !’
‘અરે ઝાલાવાડના ધણી, હું હરિનું નામ લઈ જાણનારો માણસ છું. બીજું હું કઈ જાણતો નથી.’
‘ભગત, મારે પરચો જોવો છે.’
રાજ માનસિંહ જ્યારે આગ્રહે ચઢ્યા એટલે સવા ભગત બોલ્યા :
‘બાપ ! આ દરબારગઢમાં આજ સુધી જેનો પડછાયો પણ પડ્યો નથી એવો હરિજન સમાજનો માનવી દરબાર ગઢમાં પાટ ઉપર માનપાન સાથે આસન વાળીને બેઠો છે એ ઓછો ચમત્કાર લેખો છો !’
ભગતનો જવાબ સાંભળી જનમેદનીએ તાળીઓની ગગડાટીએ દરબારગઢના ગુંબજોને ભરી દીધા.
0 0 0
નોંધ :- સર માનસિંહજી ધ્રાંગધ્રાની ગાદી પર ઈ.સ. ૧૮૬૯ના વર્ષમાં આવ્યા હતા. ૩૧ વર્ષ તેમણે રાજ્ય ભોગવ્યું હતું તે દરમ્યાન તેમણે ધ્રાંગધ્રામાં ક્ધયાશાળા, ન્યાયની અદાલતો, શહેર સુધરાઈ, માનસરોવર વગેરે પ્રજાકીય પગલાં લીધાં હતાં.
આ વાતને ધ્રાંગધ્રાના વયોવૃદ્ધ નિવૃત્ત ઑફિસર શ્રી અમુભાઈ ઝાલા સમર્થન આપે છે. આજે ઝાંઝરકા ગામમાં સવૈયાનાથની જગ્યા એક યાત્રાનું ધામ બની ગયું છે.
જેના પરિણામ સ્વરૂપે ઊંચ-નીચના ભેદભાવ મિટાવવા માટે એક મિશાલ પુરી પાડી હતી. સંત સવૈયાનાથેને ધ્રાગધ્રા રાજવી પરીવાર પોતાના ગુરૂ માને છે અને આજેય પણ સવાભગતની સમાધીએ દર્શન કરવા આવે છે.સવાભાગત સિધ્ધપુરૂષ હત્તા.તેમના અનેક પરચાઓ જોવા મળે છે. આપણા માજી વડાપ્રધાન મોરારજી દેસાઇ એ પણ ઝાંઝરકા જગ્યાની મુલાકાત લીધી હતી.તેવો એ ગુજરાત સમાચારમાં “ સવગણદાદા” ના શિર્ષક નીચે એક લેખ લખ્યો હતો તેમાં “ ભગતમાટે ભગવાન વેઠિયા બન્યા “ અને “ કાંકરાની સાંકર ને રેતીની ખાંડ “ જેવા પરચાનો ઉલ્લેખ કર્યો હતો.
સંત સવૈયાનાથ ત્રીકમસાહેબ, દાસીજીવણ, ભાણસાહેબ વગેરે સંતોની હરોળમાં ગણના થાય છે. મેઘવાળસમાજના ઉધ્ધારક સવાભગતે” આત્મનાંદ”થી સવંત ૧૮૯૮(ઇ.સ.૧૮૪૨)ના ફાગણ સુદ ૧૩ને ગુરૂવારે ઝાંઝરકામાં સમાધી લીધી. આજેય શ્રધ્ધાળુંઓ સમાધી પર માનતા માનીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને આજે સવાભગતની સમાધી ઝાંઝરકામાં એક કિલોમિટરના અંતરે પથરાયેલી છે. ત્યાં સવાભગતે ચાલુ કરેલી સદાવ્રતની પરંપરા ચાલું છે.જ્યાં હજારો ભક્તો પ્રસાદ લે છે. આ જ્ગ્યાને સંત તુલસીનાથ ભોજનાલય નામાકરણ કરવા માં આવ્યું છે. આ ઉપરાંત ઝાંઝરકાની જગ્યામાં વિશ્રામગૃહ, ધર્મશાળાઓ, ગૌશાળાઓ વગેરે આવેલા છે જ્યાં કોઇપણ જાત-જ્ઞાતિના ભેદ-ભાવ વગર અવિરત પણે સેવા કાર્ય ચાલુ છે. આ ઉપરાંત ઝાંઝરકાના મંદિર તરફથી બીજીધણી સામાજીક પ્રવૃતિઓ પણ થઇ રહી છે. જેમાં ધંધુકા અને સુરેંદ્ર્નગરમાં આશ્રમશાળાઓ ચાલું છે.તેની સાથે લોકોને હુન્નરઉધોગની પ્રવૃતિઓ દ્વ્રારા કામ મળી રહે તેના માટે કામગીરી થઇ રહી છે. જેમાં લીમડી, સુરેન્દ્રનગર , વઢવાનણ અમદાવાદ વગેરે તેના કેન્દ્રો છે . તેમજ સતસંગ મંડળ દ્રારા ધંધુકા અને તેની આજુ- બાજુના ગામડાઓમાં સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરે છે.
સંત શ્રી સવાભગત્ત ના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ગુજરાતભર અનેક સંતો – મહંતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોરારીબાપુ, સ્વામિ વિશ્ર્વભરભારણજી, પ્રમુખ સ્વામિ વગેરે . તા; ૧/૧૨/૧૯૮૨ના રોજ મંદિરનો જીણોદ્ધાર કરીને શિખર બંધ કરવામાં આવ્યું હતું . દર બેસતા વર્ષના દિને સવાભગતનો ભંડારો ઉજવાય છે જેમાં હજારો ભકતો ભગતના દર્શને આવે છે અને મંદિર પર ધજા રોહણની વિધિ કરાય છે. હજારો ભક્તો રાત્રિના સમયે સંતવાણીના કાર્યક્રમમાં લોકડાયરો, ભજનમંડળી અને કિર્તન- રાસ વગેરે દ્વ્રારા ભક્તિમય વાતાવરણથી સતનામનું સ્મરણ કરે છે. કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર સવાભગતના સમાધી સ્થળે ભક્તો પ્રસાદ લે છે.
સવાભગતની શિષ્ય પરંપરા નિરાલી છે. સવાભગતની માફક તેમના શિષ્યો પણ અલખના આરાધક હતા તેવો પણ ભગતની જેમ દિન દુખિયાની સેવા કરનારા હતા . ભગતના શિષ્યોમાં પાલાભગત , ઉગમશીભગત, ગોવિંદદાસજી, ભાણાભગત , મુળદાસજી બળદેવબાપુ વગેરે. હતા હાલ ઝાંઝરકાના ગાદી પર મહંતશ્રી શંભુનાથજી બિરાજમાન છે. જેવો જનસેવા કરી રહ્યા છે. ઝાંઝરકા(ધંધુકા) ઉપરાંત સવાભગતના શિષ્યોએ આશ્રમો સ્થાપ્યા હતા જેમાં વાસણા(અમદાવાદ), બોટાદ(ભાવનગર), જાળિલા( અમદાવાદ) વગેરે જગ્યાઓનો સમાવેશ થાય છે. આમ સવા ભગતે શરૂ કરેલી સમાજીક- ધાર્મિક સુધારણાની પ્રવૃતિઓ આજેય પણ ઝાંઝરકાની જગ્યાથી અવિરત પણે ચાલુ છે.
3 टिप्पणियां:
વાહ ગુરુજી
👌👌 👏👏
જય સવૈયાનાથ..��������
एक टिप्पणी भेजें